પંજાબ: જાલંધરમાં ત્રણ સગી બહેનોના શબ ટ્રંકમાંથી મળ્યા, પિતાની અટકાયત

 પંજાબ: જાલંધરમાં ત્રણ સગી બહેનોના શબ ટ્રંકમાંથી મળ્યા, પિતાની અટકાયત



જાબના જાલંધર જિલ્લામાં ત્રણ સગી બહેનોના શબ એક ટ્રકની અંદર મળતા ચકચાર મચી ગઇ છે. આ ઘટના જાલંધરના કાનપુર ગામની છે.બાળકીઓના પિતાએ જ તેમની હત્યા કરીને શબ ટ્રકની અંદર નાખી દીધા હોવાનો આરોપ છે. ત્રણ બહેનો છેલ્લા કેટલાક દિવસથી ગાયબ હતી. ત્રણ બહેનો ગાયબ થવાની ફરિયાદ પણ નોંધાઇ હતી. પોલીસે ત્રણેયના શબને કબ્જામાં લઇને તપાસ શરૂ કરી છે.સ્થાનિક લોકોનો આરોપ છે કે ત્રણેય બાળકીઓના પિતા નશો કરતો હતો. તે હંમેશા દારૂના નશામાં ચૂર રહેતો હતો, તેમનું કહેવું છે કે તેને જ બાળકીઓની હત્યા કરીને શબને ટ્રકમાં નાખી દીધા હતા. પોલીસે બાળકીના પિતાની અટકાયત કરી છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ મોતનું સાચુ કારણ જાણવા મળી શકે છે.મૃતક બાળકીઓની ઓળખ અમૃતા, શક્તિ અને કંચન તરીકે થઈ છે. તેમાંથી એકની ઉંમર 9 વર્ષ, બીજીની 6 વર્ષ અને ત્રીજી બાળકીની ઉંમર 4 વર્ષ છે. આ ઘટના અંગે મકાન માલિક સુરેન્દ્ર સિંહે જણાવ્યું કે, મોડી રાત્રે બાળકીના પિતાએ તેમના ગુમ થવાના લઈને હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ બાદ પરત જતી રહી હતી. બીજી તરફ સવારે ગલીમાંથી પસાર થતાં લોકોએ ટ્રકમાં આ ત્રણેય બાળકીઓના મૃતદેહ જોયા. હાલમાં પોલીસે બાળકીઓના પરિવારજનોને કસ્ટડીમાં લીધા છે.પોલીસે શું કહ્યું?ઘટનાની જાણકારી આપતા પોલીસે જણાવ્યું કે સુશીલ મંડલ અને મંજૂ મંડલના 5 બાળક છે. રવિવારે બન્ને કામ પર ગયા હતા, જ્યારે તે ઘરે પરત આવ્યા તો ત્રણેય બાળકી મળી નહતી. તપાસ કરવામાં આવતા ત્રણેય બાળકીના શબ ટ્રકની અંદર મળ્યા હતા. પોલીસનું કહેવું છે કે બાળકીઓના શરીર પર ઇજાના કોઇ નિશાન નથી. પ્રાથમિક તપાસમાં આ મર્ડર નથી લાગતું. પોલીસનું કહેવું છે કે એવું પણ બની શકે કે બાળકીઓ ટ્રકમાં બેસી ગઇ હોય અને ઉપરથી ઢાંકણુ બંધ થઇ ગયું હોય. અત્યારે આ કેસની તપાસ ચાલું છે. #😭લોખંડની પેટીમાંથી મળી 3 બહેનોની લાશ

Comments